તુષ્ટિકરણની રાજનીતિ માટે કોંગ્રેસે વંદે માતરમના ટૂકડા કર્યાઃ મોદી
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદમાં યોજાયેલી વિશેષ ચર્ચાનો પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 8 ડિસેમ્બરે જણાવ્યું હતું કે કોંગ્રેસે સામાજિક સૌહાર્દની આડમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના ટુકડા કર્યા હતાં અને તે હજુ પણ તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.