ઇન્ડિગોમાં સતત સાતમાં દિવસે કટોકટી, 500થી વધુ ફ્લાઇટ્સ રદ
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં સોમવાર, 8 ડિસેમ્બરે સતત સાતમાં દિવસે કટોકટી ચાલુ રહી હતી. કંપનીએ સોમવારે વધુ 500 ફ્લાઇટ્સ રદ કરી હતી. પાયલટની અને અન્ય ક્રુ મેમ્બરની નોકરીના કલાક મર્યાદિત કરતાં નવા નિયમો મુજબ એરલાઇન તેના સ્ટાફની વ્યવસ્થા ન કરી શકતા સ્ટાફની અછતને કારણે આ સમગ્ર કટોકટી ઊભી થઈ હતી.